2 કાળવ્રત્તાંત 3 : 1 (GUV)
ત્યાર પછી સુલેમાન યરુશાલેમમાં મોરિયા પર્વત કે, જ્યાં [યહોવાએ] તેના પિતા દાઉદને દર્શન આપ્યું હતું તેના ઉપર જે જગા દાઉદે યબૂસી ઓર્નાનની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં યહોવાનું મંદિર બાંધવા લાગ્યો.
2 કાળવ્રત્તાંત 3 : 2 (GUV)
તેણે પોતાની કારકિર્દીના ચોથા વર્ષમાં બીજા મહિનાની બીજી [તારીખે] બાંધકામ શરૂ કર્યું.
2 કાળવ્રત્તાંત 3 : 3 (GUV)
હવે મંદિર બાંધવા માટે સુલેમાને આ પ્રમાણે પાયા નાખ્યા. તેની લંબાઈ સાઠ હાથ, તથા પહોળાઈ વીસ હાથ હતી.
2 કાળવ્રત્તાંત 3 : 4 (GUV)
જે ઓસરી મંદિર આગળ હતી તેની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે વીસ હાથ હતી, ને ઊંચાઈ એકસો વીસ હાથ હતી. તણે તેની અંદરના ભાગને ચોખ્ખા સોનાથી મઢી.
2 કાળવ્રત્તાંત 3 : 5 (GUV)
તેણે મંદિરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારનાં પાટિયાં જડી દીધાં, અને તેમને ચોખ્ખા સોનાથી મઢ્યાં, ને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરી.
2 કાળવ્રત્તાંત 3 : 6 (GUV)
તેણે શોભાને માટે મંદિરને મૂલ્યવાન જવાહિરથી શણગાર્યું. એ સોનું પાર્વાઇમથી લાવવામાં આવ્યું હતું.
2 કાળવ્રત્તાંત 3 : 7 (GUV)
વળી તેણે મંદિરને, મોભોને, ઊમરાઓને, તેની ભીંતોને તથા તેનાં બારણાંને સોનાથી મઢ્યાં. અને ભીંતો પર કરુબો કોતર્યા.
2 કાળવ્રત્તાંત 3 : 8 (GUV)
સુલેમાને પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, ને પહોળાઈ વીસ હાથ હતી. તેને તેણે છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું.
2 કાળવ્રત્તાંત 3 : 9 (GUV)
સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપલા ઓરડાને પણ સોનાથી મઢ્યો.
2 કાળવ્રત્તાંત 3 : 10 (GUV)
તેણે પરમપવિત્રસ્થાનમાં બે કરુબોનાં પૂતળાં બનાવ્યાં. અને તેઓને ચોખ્ખા સોનાથી મઢ્યાં.
2 કાળવ્રત્તાંત 3 : 11 (GUV)
કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી. એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી. ને તે મંદિરની ભીંત સુધી પહોંચેલી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, ને તે બીજા કરુબની પાંખને અડકતી હતી
2 કાળવ્રત્તાંત 3 : 12 (GUV)
બીજા કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, ને તે મંદિની ભીંતને અડકતી હતી. બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી. ને તે બીજા કરુબની પાંખને અડકતી હતી.
2 કાળવ્રત્તાંત 3 : 13 (GUV)
આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. તેઓ પોતાના પગો પર ઊભા રહેલા, ને તેઓનાં મુખ અંદરની બાજુએ હતાં.
2 કાળવ્રત્તાંત 3 : 14 (GUV)
તેણે નીલા, જાબુંડા, કિરમજી તથા ઝીણા શણનો પડદો બનાવ્યો, ને તેના ઉપર તેણે કરુબો પાડ્યા.
2 કાળવ્રત્તાંત 3 : 15 (GUV)
વળી સુલેમાને મંદિર આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે જે કળશ હતો, તે પાંચ હાથ ઊંચો હતો.
2 કાળવ્રત્તાંત 3 : 16 (GUV)
તેણે સાંકળો બનાવીને તેમને સ્તંભોના કળશો પર નાખી. તેણે સો દાડમ બનાવ્યાં, ને તેમને સાંકળો પર લટકાવ્યાં.
2 કાળવ્રત્તાંત 3 : 17 (GUV)
તેણે તે સ્તંભો મંદિર આગળ ઊભા કર્યા, એક જમણે હાથ ને બીજો ડાબે હાથે. તેણે જમણા હાથ તરફના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) ને ડાબા હાથ તરફના સ્તંભનું નામ બોઆઝ (બળ) પાડ્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: